જીવલેણ કોરોના વાયરસે દુનિયાભરમાં ભયનો માહોલ ઉભો કર્યો છે…આ વાયરસ ચીન બાદ અનેક દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. જેનાથી ભારત પણ બાકાત રહ્યુ નથી. ત્યારે ગુજરાત રાજ્યમાં પણ કોરોના વાયરસના પોઝિટિવ કેસો એકબાદ એક સામે આવી રહ્યા છે. કોરોના વાયરસનો કહેર સમગ્ર વિશ્વની સાથે સાથે ભારતમાં પણ વધી રહ્યો છે. ભારતમાં કોરોનાના પોઝિટીવ કેસની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે આ જ વાતની ગંભીરતા ગુજરાતમાં પણ લેવા જેવી છે. ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના વાયરસના પોઝિટીવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં હાલ પોઝિટીવ કેસની સંખ્યા 72 થઈ ગઈ છે.
રાજ્યમાં સૌથી વધુ પોઝિટિવ કેસ અમદાવાદમાં નોંધાયા છે. અહીં છેલ્લા અહે્વાલ મળ્યા ત્યાં સુધી કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 23 નોંધાઈ છે. આ સાથે જ અમદાવાદમાં કોરોના કેસમાં ગુજરાતમાં ટોપ પર આવી રહ્યું છે. જોકે અમદાવાદમાં ચાર દર્દી સાજા પણ થયા છે.
અમદાવાદ રાજ્યમાં કોરોના કેસમાં ટોપ પર
આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં સૌથી ચિંતાજનક સ્થિતી એ છે કે, ગુજરાતમાં કોરોના વાયરસના કારણે 5 લોકોના મોત થયા છે. જેમાં સૌથી વધુ 3 કેસના મોત તો એકલા અમદાવાદમાં જ થયા છે. ત્યારે આ બાબતે અમદાવાદની સ્થિતી ધીમે ધીમે ખતરનાક સ્વરૂપ ધારણ કરતું હોય તેવું લાગી રહ્યું છે….