અમદાવાદમાં કોરોનાએ ગતિ ફરીથી પકડી છે કોરોના કેસો 97 દિવસ બાદ અમદાવાદ શહેરમાં 48 કેસો નોંધાયા છે. એક જ સપ્તાહની અંદર 260થી વધુ કોરોના કેસો નોંધાયા છે. અત્યારે અમદાવાદમાં કાલુપુર, ગીતામંદિર સહીત ડોમની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે અત્યારે આ બન્ને જગ્યાએ ટેસ્ટિંગ કરાવવામાં આવી રહ્યું છે. જબરજસ્તી પકડીને ટેસ્ટ કરાવવા માટે કહેવામાં આવી રહ્યું છે પરંતુ લક્ષણો હોય તો ટેસ્ટિંગ કરવું જોઈએ તેવું પણ લોકો કહી રહ્યા છે. રેપિટથી ટેસ્ટ કરાતા તેમાં કોરોનાના લક્ષણો ના હોય તો પણ કોરોના પોઝિટિવ આવવાના કિસ્સાઓ અગાઉ બન્યા છે ત્યારે કેટલાક લોકોના આના કારણે પણ ટેસ્ટિંગ કરવી રહ્યા નથી. ખાસ કરીને કાલુપુર રેલ્વે સ્ટેશન મોટી સંખ્યામાં લોકો અવર જવર કરી રહ્યા હોય છે ત્યારે ત્યાં 74 લોકોના ટેસ્ટ કરાવવામાં આવ્યા છે.
આ ઉપરાંત મ્યુનિસિપલ હોલ્પિટલોની અંદર અત્યારે તમામ જગ્યાએ માસ્ક ફરજીયાત કરી દેવામાં આવ્યા છે. માસ્ક પહેરવું આમ પણ ફરજીયાત છે પરંતુ કોરોના કેસો ઘટતા લોકોએ માસ્ક પહેરવાનું ટાળ્યું હતું ત્યારે અત્યારે તમામ હોસ્પિટલોમાં માસ્ક પહેરવા માટે સૂચન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત કોરોના ટેસ્ટીંગને લઈને પણ તકેદારી રાખવામાં આવી રહી છે. વધુમાં વધુ ટેસ્ટિંગ કરી સંક્રમણ ફેલાતું અત્યારથી જ રોકવામાં આવી રહ્યું છે.