દુનિયાના અનેક દેશોમાં કોરોના વાયરસનો કહેર ફરીથી વધવા લાગ્યો છે. જેના પગલે યુરોપના કેટલાક દેશોમાં ફરી એકવાર લોકડાઉન લગાવવામાં આવી રહ્યુ છે. ફ્રાંસ, બ્રિટેનમાં ફરીથી લોકડાઉન લગાવવામાં આવ્યુ છે. ત્યારે દુનિયાની મહાસત્તા કહેવાતા અમેરિકામાં કોરોનાના સૌથી વધુ કેસો જોવા મળી રહ્યા છે.
દુનિયાભરમાં અત્યારસુધીમાં 5.78 કરોડથી વધુ લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે, જેમાં 4.03 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 13.76 લાખ લોકોનાં મોત થયાં છે. હવે 1.64 કરોડ દર્દી એવા છે જેમની સારવાર ચાલી રહી છે. અમેરિકામાં સ્થિતિ કેટલી હદે બગડી છે એનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે 24 કલાકમાં અહીં 2 લાખથી પણ વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે.
જ્યારે 2015 લોકોનાં મોત થયાં છે. મે મહિના પછી એક દિવસમાં થયેલાં મોતનો આ સૌથી મોટો આંકડો છે.. આ ઉપરાંત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે પણ સારા સમાચાર નથી. તેમનો દીકરો પણ પોઝિટિવ નોંધાયો છે. અમેરિકામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1.22 કરોડથી વધુ થઈ છે જ્યારે અત્યાર સુધીમાં 2 લાખથી વધુ લોકોના મોત નિપજ્યા છે.