જગપ્રસિદ્ધ તિરુમાલા તિરુપતિ બાલાજી મંદિરના પુજારીઓ અને કર્મચારીઓ સહિત લગભગ 150 લોકો કોરોના વાયરસની લપેટમાં આવી જતા અરેરાટી વ્યાપી છે. જોકે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ બૉર્ડના અધ્યક્ષ વાઇ વી સુબ્બા રેડ્ડીએ કહ્યું કે, મંદિરમાં સાર્વજનિક દર્શનને અટકાવવાની કોઇ યોજના નથી.
(File Pic)
તેમણે કહ્યું કે તીર્થયાત્રીઓ કોરોના પોઝિટીવ હોવાના કોઇ પુરાવા નથી. જેથી શ્રદ્ધાળુઓ હજી પણ આ મંદિરમાં દર્શન કરવા માટે આવી શકશે. કોરોના વાયરસની મહામારી અને તેના બાદ શરૂ કરવામાં આવેલી અનલોક યોજના અનુસાર બોર્ડે 11 જૂનના રોજ મંદિરને ફરીથી ખોલવાનો નિર્ણય લીધો હતો.
(File Pic)
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમાં બોર્ડના અધ્યક્ષ વાઈ વી સુબ્બા રેડ્ડીએ કહ્યું કે, મંદિરમાં સાર્વજનિક દર્શનને રોકવા માટેની કોઈ યોજના નથી. શ્રદ્ધાળુઓના કોરોના પોઝિટિવ હોવાના કોઈ પુરાવાઓ મળ્યા નથી. મહત્વનું છે કે, 14 પુજારી સહિત મંદિરના કર્મચારીઓ સહિત કુલ 150 કોરોનાના રિપોર્ટ પોઝિટિવ મળી આવ્યા છે. કોરોના વાયરસ ભીડભાડવાળી જગ્યાઓએ ઝડપથી ફેલાઈ શકે છે. તેથી અધિકારીઓએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તેના પર વિશેષ ધ્યાન રાખવાનું રહેશે. પોઝિટિવ મળી આવેલા લોકોમાંથી 70થી વધુ લોકો સ્વસ્થ્ય થઈ ચૂક્યા છે.