વિકાસ મોડલ કહેવાતા ગુજરાતમાં જાતિવાદ અને અશ્પૃશ્યતાના મૂળિયા કેટલા મજબુત છે તેનો પુરાવો આપતો ફરી એક કલંકિત કિસ્સો સામે આવ્યો છે.પ્રગતિ અને ટેક્નોલોજીના યુગમાં પણ ગુજરાતમાં દલિતોને મંદિરમાં ન પ્રવેશવા દેવાનો કિસ્સો સામે આવતાં ખળભળાટ મચ્યો છે.કલંકિત માનસિકતાની આ ઘટના બની છે આણંદના આંકલાવના આમરોલ ગામમાં,કે જ્યાં શ્રાવણ માસમાં જ સોમનાથ મહાદેવ મંદિરમાં દલિતોને મંદિરમાં ન પ્રવેશવાનું બોર્ડ મારવામાં આવ્યું…સોમનાથ મંદિરની બહાર દલિતોએ મંદિરમાં પ્રવેશ લેવો નહીં તેવું બોર્ડ મારવામાં આવતાં ખળભળાટ મચ્યો છે.ઘટનાના પગલે દલિત સમાજમાં રોષ ભભુકી ઉઠ્યો છે.દલિત સમાજે તાત્કાલિક આ બોર્ડ દુર કરવાની ઉગ્ર માગ કરી છેદલિત સમાજે આ બોર્ડ ન હટાવાય તો આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે.મહત્વનું છેકે ગુજરાત જેવા કહેવાતા વિકસિત સમાજના મૂળિયા આજે પણ અશ્પૃશ્યતા અને જાતિવાદના ગંદા કિચડમાં ખુંપેલા છે.ગુજરાતે આર્થિક વિકાસ તો પ્રાપ્ત કર્યો પણ આ જ ગુજરાતમાં છાશવારે જાતિવાદી કટ્ટરતા સામે આવતી રહી છે.દલિતોને ઘોડીએ ન ચડવા દેવાની વાત હોય કે મુંછો રાખવા માટે માર મારવાના કિસ્સાઓ હોય,, રાજ્યમાં જાતિવાદી ભેદભાદના આઘાતજનક કિસ્સાઓ વારંવાર સામે આવતા રહે છે…મહત્વનું છેકે આણંદમાં દલિતોને મંદિરમાં ન પ્રવેશવાના સમાચાર સામે આવતાં તંત્રમાં દોડધામ મચી છે.જો કે એ હકિકત છે કે આજે પણ ગુજરાતમાં દલિતોને સમાનતાના અધિકાર માટે રીતસર લડાઇ લડવી પડે છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -