શહેરના નવાપુરા કેવડાબાગ નજીકના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા સંચાલિત પ.પૂ.ડોંગરેજીમહારાજ પ્રાથમિક શાળા માં શિક્ષક દ્વારા છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતાં વિધ્યાર્થીને માર મારવાનોવિવાદ સામે આવ્યો છે. શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલા કેવડાબાગ નજીક નગર પ્રાથમિક શિક્ષણસમિતિ સંચાલિત પ.પૂ.ડોંગરેજી મહારાજ શાળા, બાવાજીપુરા શાળા ખાતે ધોરણ 6માં અભ્યાસ કરતાગૌરવ અશોકભાઈ માળી નામના વિધ્યાર્થીને સાથી વિધ્યાર્થીએ સિસી વગાડવાના બનાવમાં શાળાનાશિક્ષક દિવાન અમાનભાઇ દ્વારા નિર્દોષ વિધ્યાર્થીને માથામાં, પીઠ તથા ગાલ પર હાથથી માર મારવામાંઆવ્યો હોવાના આક્ષેપ વિધ્યાર્થી તથા તેના પિતા અશોકભાઈ માળી દ્વારા કરવામાં આવ્યો હતો વધુમાંવિધ્યાર્થી દ્વારા આક્ષેપ કરાયો હતો કે બે દિવસ અગાઉ પણ અન્ય વિધ્યાર્થીને કારણે શિક્ષકે તેનેખખડાવ્યો હતો અને આજરોજ અન્ય સાથી વિધ્યાર્થીએ સિટી વગાડતાં ગૌરવ નામનો વિધ્યાર્થી નિર્દોષહોવા છતાં શાળાના શિક્ષક દ્વારા માર મારવામાં આવ્યો હતો આ બાબતે વિધ્યાર્થીના પિતા દ્વારા આક્ષેપકરવામાં આવ્યો હતો કે, ગૌરવ બિમાર છે તેની દવા ચાલે છે આ અંગે શાળાને જાણ કરેલ હોવા છતાં શાળાના શિક્ષક દ્વારા તેને અન્ય સાથી વિધ્યાર્થીના વાંકે માર મારવો કેટલો યોગ્ય?
આ અંગે શાળાનાઆચાર્યને વાત કરતાં તેમણે શિક્ષક પાસે માફી મંગાવી લેશે તેમ જણાવી વાત પર ઢાંકપિછોડા કરવાનીકોશિશ કરી હતી.જ્યારે શાળાના આચાર્ય હરીશભાઈ રાઠોડને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, આવો કોઇબનાવ બન્યો છે તે ધ્યાનમાં નથી કે બે દિવસ પહેલા પણ કોઇ બાબત બની હોય તેની જાણ નથી કદાચશાળાના શિક્ષકે હાથ લગાવ્યો હોય તો પણ વિધ્યાર્થી આક્ષેપ કરતો હોય તેમણે શિક્ષક દ્વારા વિધ્યાર્થીનેમાર માર્યો છે કે નથી માર્યો તેમાં નરોવા કુંજરવા જેવો જવાબ આપ્યો હતો અને શાળાના શિક્ષકનેબચાવવા તેમણે વકીલની જેમ દલીલ કરતાં જણાવ્યું હતું કે, વિધ્યાર્થીના શરીર પર કોઈ ઉઝરડા કેનિશાન નથી.ત્યારે હવે જોવું રહ્યું કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આગામી સમયમાં શું પગલાં લેવાશે.