ભારત દેશના સ્વતંત્રતા દિવસ સર્વજનિક રીતે ઉજવવામાં આવે છે. ઇ.સ. 1947નાં વર્ષમાં આ દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો હતો, આથી આઝાદીની લડતમાં સફળતા મળી અને સ્વતંત્રતા હાંસલ થઇ જેની ખુશીમાં દેશમાં દર વર્ષે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યાંરે વડગામ તાલુકાના કલેડા ગામમાં આવેલી અંજુમન શાળામાં વંદે માતરમ ન ગાવા પર વિવાદ થયો હતો. સ્વાતંત્ર્યતા દિવસ નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ પૂર્ણ થયા પછી ‘વંદે માતરમ્’ ન ગાવામાં આવતા વિવાદ સર્જાયો હતો. ગ્રામલોકોએ એસપી કચેરી પહોંચી શાળાના પ્રમુખ સામે કાર્યવાહી કરવાની માગ સાથે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી. આ ઉપરાંત જ્યારે ગામલોકો આ બાબતે શાળાના પ્રમુખ સાથે વાત કરવા ગયા ત્યારે પ્રમુખે તેમની સાથે ઉદ્વતાઈભર્યું વર્તન કર્યું હતું. તેટલું જ નહીં, ગામલોકોને જે થાય તે કરી લેવાની ધમકી પણ આપી હતી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -