આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની મૌસમ શરૂ થવાની હોય ત્યારે મુસ્લિમોનું સ્થાન ક્યાં અને રાજકીય નેતૃત્વ છે તેમજ ગુજરાત રાજ્યમાં મુસ્લિમ સમાજના ઉમેદવાર કેટલા એવા અનેક પ્રશ્નોને લઈને ગોધરાના મુસ્લિમોમાં ચિંતાનો વિષય બનતા ગોધરા શહેરના સરદાર નગર ખંડમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા ચિંતન શિબિર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
અને આ ચિંતન શિબિર માં ગોધરાના મુસ્લિમ આગેવાનો દ્વારા સમાજનો રાજકીય પ્રભાવ ઉભો કરવા માટેની પ્રેરણા આપવામાં આવી હતી.અને આગામી સમયમાં વિધાનસભા ચૂંટણીઓમાં મુસ્લિમ ઉમેદવારો ઉભા કરીને ઉમેદવારી કરવામાં આવે તેવી અનેક ચિંતાઓ કરીને સમાજના યુવાઓ આગળ આવે એવું આહવાન કરવામાં આવ્યું હતું.