સ્વતંત્રતા દિવસ પર પીએમ મોદીના સંબોધન પછી કોંગ્રેસના નેતા રણદીપસિંહ સુરજેવાલાએ વડાપ્રધાન મોદી પર આકરા પ્રહાર કર્યા હતા.
(File Pic)
કોંગ્રેસ નેતાએ જણાવ્યું કે, શું સરકાર લોકશાહીમાં વિશ્વાસ કરે છે? તેના વિશે વિચારવાની જરૂર છે. કોંગ્રેસે પ્રવક્તાએ સ્વતંત્રતા દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધન પર નિશાન સાધતા કહ્યું કે, શું સરકાર લોકશાહીમાં માને છે? આપણે આ વિશે વિચારવાની જરૂર છે.
આત્મનિર્ભર ભારતની સ્થાપના પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ કરી હતી પરંતુ આ સરકારે બધુ વેચી દીધુ. 74મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે પ્રધાનમંત્રી મોદીએ લાલ કિલ્લાની પ્રાચીરથી આત્મનિર્ભર ભારતનું બ્લુપ્રિન્ટ રજૂ કરી હતી. મોદીએ કહ્યું કે થોડા મહિના પહેલા સુધી આપણે વિદેશથી N-95 માસ્ક, PPE કિટ્સ, વેન્ટિલેટર મંગાવતા હતા. આજે, આ દરેક વસ્તુને લઈને ભારત ફક્ત પોતાની જરૂરિયાતો જ પૂર્ણ નથી કરી રહ્યું પરંતુ અન્ય દેશોની મદદ માટે પણ આગળ આવ્યો છે. વડાપ્રધાનના આ સંબોધન બાદ કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ સરકારના આત્મનિર્ભર ભારત અભિયાનને લઈ નિશાન સાધ્યુ હતું. તેમજ ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ વર્ષો પહેલા આત્મનિર્ભર ભારતની સ્થાપના કરી હોવાનુ જણાવ્યુ હતું.