બિન સચિવાલયની પરિક્ષામાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો સાથે લાખણી યુથ કોંગ્રેસ દ્વારા લાખણી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવેલી બિન સચિવાલયની પરિક્ષામાં સુરેન્દ્રનગર જિલ્લાના પરિક્ષા કેન્દ્રો પર પરિક્ષા ટાઈમ પૂરો થયા બાદ પેપરો લખાવ્યા અને પેપરોના જવાબ વોટ્સઅપ સ્ક્રીનશોટ માં સોશીયલ મીડીયામાં વાઇરલ થયા આજે લાખણી યુથ કોંગ્રેસ દ્વારા લાખણી મામલતદાર ડી.સી.પરમારને આવેદન પત્ર આપી સરકાર વિરુદ્ધ સૂત્રોચાર કર્યા હતા.કોંગ્રેસ કાર્યકરોએ ભાજપ સરકાર પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે પાણી વગરની રૂપાણી સરકારના રાજમાં લેવાયેલી દરેક પરીક્ષાઓ માં પેપર ફૂટવાના મામલા સામે આવ્યા છે.કોંગ્રેસ દ્વારા અપાયેલા આવેદનપત્રના કાર્યક્રમમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.આવેદન પત્ર આપ્યા બાદ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી પોલીસ દ્રારા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -