જૂનાગઢ જિલ્લાના વંથલી મામલતદારને પીવાના પાણી અને રોડ રસ્તા મુદ્દે કોંગ્રેસે પાઠવ્યું આવેદનપત્ર, ભાજપના રાજમાંખાણ માફિયાઓ બેફામ બન્યા હોવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાંજૂનાગઢમાં વંથલી તેમજ કેશોદ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણી ની ગંભીર કટોકટી સર્જાઈ છે જેથી અબોલ પશુઓ અને પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે ,
વંથલીના ટીનમસ ગામે રૂપિયા 20 લાખના ખર્ચે પીવાના પાણીની પાઇપ લાઈન રેતીનાઓવરલોડ ડમ્પરો રોડ પર ચાલવાથી તૂટી જવા પામી છે , ગ્રામ્ય વિસ્તારોના રોડ રસ્તાઓ પર 8 ટન કેપેસિટી ધરાવતા વાહનોજ પસાર થઈ શકે ત્યારે આ વિસ્તારોમાં ખાણ માફિયાઓના 20 ,20 ટન રેતી ભરેલા ડમ્પરો નીકળતા પાઇપ લાઈન તૂટી ગઈ હોવાના વંથલી કોંગ્રેસના કાર્યકરોએ આક્ષેપો કરી વંથલી મામલતદારને આવેદન પત્ર પાઠવી ઉગ્ર રજુઆત કરી હતી