કોરોનાને નિયંત્રિત કરવા માટે લોકડાઉન લાદવામાં આવ્યું તે પહેલાં માર્ચમાં મધ્યપ્રદેશમાં દોઢ વર્ષ જૂની કોંગ્રેસની સરકાર ઉથલપાથલ કરી હતી. જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસમાં બળવોનો ચહેરો બન્યા. રાજસ્થાનમાં સચિન પાયલટે વિદ્રોહનું મન બનાવી રાજ્યમાં આવી જ સ્થિતિ ઉભી કરતા કોંગ્રેસ પણ લાલઘૂમ થઈ છે.
(File Pic)
ત્યારે સચિન પાયલટ તેમજ બળવો કરનાર તેમના સમર્થક ધારાસભ્ય સામે કોંગ્રેસે મોટી કાર્યવાહી કરી છે. કોંગ્રેસ દ્વારા સચિન પાયલટને નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ પદથી હટાવી દેવામાં આવ્યા છે. સચિન પાયલટ ઉપરાંત અન્ય વિશ્વેન્દ્રસિંહ અને રમેશ મીણાને પણ તેમના પદથી હટાવાયા હોવાની માહિતી સામે આવી છે.
(File Pic)
આ અંગે કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જાણકારી આપતા જણાવ્યુ હતું કે, સચિન પાયલટને રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. જયપુર ખાતે મળેલી કોંગ્રેસની બેઠકમાં સચિન પાયલટને પ્રદેશ પ્રમુખ પદથી હટાવતાની સાથે નવા પ્રદેશ પ્રમુખની પણ જાહેરાત કતરવામાં આવી હતી. જેમાં રાજસ્થાનના શિક્ષણ મંત્રી ગોવિંદસિંહ ડોટાસરાને સચિન પાયલટના સ્થાને રાજ્યના પ્રદેશ પ્રમુખ બનાવામાં આવ્યા છે.
(મંત્રી ગોવિંદસિંહ ડોટાસરા)
મહત્વનું છે કે આ પહેલા અશોક ગેહલોતે આરોપ લગાવ્યો હતો કે, ભાજપ તેમની સરકારને અસ્થિર બનાવવાનું કાવતરું ઘડી રહ્યું છે. આ માટે દરેક ધારાસભ્યને 20-25 કરોડ રૂપિયાની ઓફર પણ કરવામાં આવી છે. જોકે, ભાજપના કેન્દ્રીય અને રાજ્યના નેતાઓ આ આરોપોને નકારી રહ્યા છે. આ સમગ્ર ઘટનાને કોંગ્રેસનું જૂથવાદ ગણાવ્યો હતો.