સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી હાલ નેપાળના કાઠમંડુમાં છે. તે તેના મિત્ર સુમ્નીમા ઉદાસના લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે નેપાળમાં છે, જે સીએનએનના ભૂતપૂર્વ સંવાદદાતા છે. તેના પિતા, ભૂમ ઉદાસે મ્યાનમારમાં નેપાળના રાજદૂત તરીકે સેવા આપી હતી, અહેવાલો અનુસાર, સુમ્નીમા ઉદાસના લગ્ન નીમા માર્ટિન શેરપા સાથે થયા છે. અને ઔપચારિક રિસેપ્શન બૌધની હયાત રિજન્સી હોટેલ ખાતે 5મીએ યોજાશે. ત્યારે રાહુલ ગાંધી કાઠમંડુ મેરિયટ હોટલમાં તેમના મિત્રો સાથે રોકાયા છે.
Noiiice 😎 pic.twitter.com/jTvUyVuE7A
— Ajit Datta (@ajitdatta) May 3, 2022
આ વચ્ચે રાહુલ ગાંધીની પાર્ટીનો વીડિયો વાયરલ થયો હતો, જે વિષે ઘણા લોકો એવું અનુમાન કરી રહ્યા હતા કે તે તેમની તાજેતરની કાઠમંડુની મુલાકાતથી હોઈ શકે છે. જો કે આ વાતની કોઈ પુષ્ટિ થઈ નથી પરંતુ ઘણા લોકો એવું અનુમાન લગાવી રહ્યા છે કે રાહુલ ગાંધી કાઠમાંડુના પ્રવાસે હતા તે સમયનો આ વિડીયો છે.