માટે અમરેલી જિલ્લામાં યુવક કોંગ્રેસ દ્વારા બેરોજગાર રેલીનું આયોજન અમરેલી યુવક કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ હતું જેમાં પ્રદેશ યુવક કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાની ઉપસ્થિતીમાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી નીકળીને જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે ઘેરાવ કરીને બેરોજગારી અંગે રજુઆત કરવામાં આવી હતી.
વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ કોંગ્રેસ આક્રમક બનીને આજે રાજ્યભરમાં બેરોજગાર યુવાનોને રોજગારી મળી રહે તેવા હેતુથી અમરેલી યુવક કોંગ્રેસ દ્વારા બેરોજગાર રેલીનું આયોજન કરવામાં આવેલ હતું ને પ્રદેશ યુવક કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાની વિશેષ ઉપસ્થિતીમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી રેલી રોજગાર કચેરી સુધી રેલી સ્વરૂપે પહોંચી હતી હાથમાં બેનર અને ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે રોજગાર કચેરી ખાતે યુવક કોંગ્રેસના કાર્યકર્તાઓએ હલ્લાબોલ કરીને ભાજપ સરકાર સામે સુત્રોચાર કર્યા હતા ને રોજગાર કચેરી ખાતે કર્મીઓને કેટલા અમરેલી જિલ્લામાં બેરોજગાર છે તેની માહિતી કર્મીઓના હાથે પ્રદેશ યુવક કોંગ્રેસના પ્રમુખે લખાવેલ હતી ને પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી અને ધારાસભ્ય પ્રતાપ દુધાત બેરોજગાર રેલીમાં ઉપસ્થિત રહયા હતા
વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ કોંગ્રેસે બેરોજગારી નો મુદ્દો આગળ ધરીને મત મેળવવાના હવાતિયાં શરૂ કરી દીધા હોવાના નિવેદન સામે પ્રતાપ દુધાતે રોજગાર કચેરીમાં જ 25 ના મહેકમ સામે 2 જ કર્મીઓ હોય ને 23 જગ્યા ખાલી હોવાનું જણાવ્યું હતું જ્યારે પ્રદેશ યુવક કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ સરકાર સામે પ્રહારો કર્યા હતા
ચૂંટણી વર્ષ હોય ને કોંગ્રેસ દ્વારા યુવાનોને રોજગારી નો મુખ્ય મુદ્દો બનાવીને જિલ્લા વાઈજ યુવાનોને રોજગારી માટે સરકાર સામે આંદોલન શરૂ કર્યું છે પણ બેરોજગારીનો ગ્રાફ લાખોમાં હોવાનું પ્રદેશ યુવક પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા એ સરકાર સામે આક્ષેપો કર્યા હતા ત્યારે વિધાનસભાની ચૂંટણી જીતવા કોંગ્રેસ દ્વારા યુવાનોને રોજગારીનો મુદ્દો આગળ ધર્યો પણ રોજગારી ક્યારે મળે તે તો સમય જ કહેશે…