ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જોકે મહારાષ્ટ્ર અને તમિલનાડુ બાદ દેશમાં સૌથી વધુ કોરોનાના કેસ ગુજરાતમાં સામે આવ્યા છે.
એકબાજુ ભાજપે મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરેને કોરોનાના સંક્રમણને લઈ ઘેરી છે ત્યારે ગુજરાતની ભાજપ સરકારને પણ કોંગ્રેસે આ મામલે ઘેરી છે. ગુજરાતમાં કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે વધુને વધુ ગંભીર થઈ રહી છે.
ત્યારે કોંગ્રેસ પણ ગુજરાત સરકારને સંકજા લેવામાં નવા નવા પેંતરા કરી રહ્યુ છે. હાર્દિક પટેલે ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસનની માંગ કરી રહ્યા છે જ્યારે શક્તિસિંહ ગોહિલ પણ કોરોનાના ટેસ્ટને લઈને સરકાર પર પસ્તાળ પાડી હતી.
શક્તિસિંહ ગોહિલે કહ્યુ હતુ કે ગુજરાત ભગવાન ભરોસે છે…તો બીજીબાજુ કોરોનાને લઈ ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગ કરવામાં આવી છે.
કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે કહ્યું કે, ગુજરાતમાં પણ કોરોનાને કાબુ કરવા સરકાર નિષ્ફળ રહી છે. ત્યારે જો મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે તો ગુજરાતમાં પણ રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવવું જોઈએ.