જૂનાગઢમાં પોલીસ અને ભાજપના પેટાચૂંટણીના ઉમેદવાર વચ્ચે બબાલ થઈ છે જેમાં ઉમેદવાર દ્વારા પોલીસ ઉપર ગંભીર આક્ષેપો કરાવાઈ રહ્યા છે. ભાજપના કોર્પોરેટર અબ્બાસ કુરેશીનો ભઈ અસલમ કુરેશી ભાજપનો ઉમેદવાર છે.પોલીસ આરોપીને પકડવા માટે ગઈ હતી. ત્યારે જૂનાગઢમાં પેટાચૂટંણીમાં ભાજપના ઉમેદવાર સાથે પોલીસને થોડી તુંતુ મેંમેં થઈ હતી અને પછી નાનકડી વાતે મોટી બબાલું રૂપ લઈ લેતા સામાન્ય બોલાચાલી ઝઘડા સુધી પહોંચી ગઈ હતી. પોલીસે મોડી રાતે આ મામલે 30થી વધુ લોકોની અટકાયત કરી છે. જૂનાગઢમાં વોર્ડ નંબર 3ની પેટાચૂંટણી છે જેમાં ભાજપે ઉમેદવાર તરીકે અસલમ ખુરેશીનું નામ જાહેર કર્યુ છે. જ્યારથી આ નામ જાહેર કરાયુ છે ત્યારથી નાના નાના છમકલા થતા રહે છે. પણ હમણા પોલીસ અને અબ્બાસ વચ્ચેની બબાલ વધી હતી. અસલમ અને અબ્બાસ ભાઈ છે. સુખનાથ વિસ્તારમાં બબાલ થઈ હતી. ખુરેશીનું કહેવું છે કે મને પોલીસ ઉમેદવારી પત્રક પાછુ ખેંચી લેવાની ધાક ધમકી આપી રહી છે. અને પોલીસ ગમે તેમ કરીને ડરાવી ધમકાવીને મને ચૂપ કરી દેવા માંગે છે. પણ હું ગમે તેમ કરીને પણ નહી ઝુકુ.