ભારત સહિત દુનિયાભરના અનેક દેશોમાં કોરોનાનો કહેર હજી પણ યથાવત છે. મોટી સંખ્યામાં લોકો કોરોનાથી સંક્રમિત છે જ્યારે અનેક લોકોના કોરોનાના કારણે મોત થઈ ચુક્યા છે. ત્યારે કોરોનાના વધતા જતા કેસ વચ્ચે વિશ્વ આરોગ્ય સંગઠન (who)ના નિવેદને ચિંતા વધારી દીધી છે. WHO ની એક પેનલે કહ્યું કે ગિલિયડની દવા રેમડેસિવિર હોસ્પિટલમાં દાખલ થયેલા કોવિડ-19 દર્દીઓ માટે નથી, પછી ભલે તેઓ ગમે તેટલા બીમાર કેમ ન હોય.
મળતી માહિતી મુજબ, કોરોના વાયરસનો કેર સતત વધી રહ્યો છે અને દુનિયાભરના લોકો રસીની રાહ જોઈ રહ્યા છે. ત્યારે વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ની એક પનલે કહ્યું કે ગિલિયડની દવા રેમડેસિવિર(Remdesivir) હોસ્પિટલમાં દાખલ થયેલા કોવિડ-19 દર્દીઓ માટે નથી, પછી ભલે તેઓ ગમે તેટલા બીમાર કેમ ન હોય.
પેનલે કહ્યું કે એ વાતના કોઈ પૂરાવા નથી કે જેનાથી ખબર પડે કે આ દવાથી દર્દીની હાલાત સારી થાય છે. ગાઈડલાઈનમાં એ પણ જણાવાયું છે કે પેનલને એવા પૂરાવાની કમી દેખાઈ, જેમાં એવું કહેવાયું હોય કે રેમડેસિવિરે મૃત્યુદર ઓછો કર્યો અથવા તો વેન્ટિલેટરની જરૂરિયાત ઓછી કરી.