પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ત્રણ દિવસની રાહત આપ્યા બાદ ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે, જેને લઈ વાહન ચાલકોને મોટો ઝટકો લાગ્યો છે. ઓઇલ બજારમાં ત્રણ દિવસની શાંતિ બાદ આજે ફરી આમ આદમીને મોટો ઝટકો લાગ્યો છે.
મંગળબાર બાદ આજે શનિવારે ફરી એકવાર પેટ્રોલ -ડીઝલના ભાવમાં વધારો થયો છે. દિલ્હીના બજારમાં પેટ્રોલ 24 પૈસા પ્રતિ લીટર મોંઘું થયું છે. આ સાથે જ દિલ્હીમાં એક લીટર પેટ્રોલનો ભાવ 91.19 રૂપિયાએ પહોંચ્યો છે. તો બીજી તરફ શનિવારે ડીઝલ પણ 17 પૈસા મોંઘું થયું છે. આ સાથે જ દિલ્હીમાં 1 લીટર ડીઝલના ભાવ વધીને 81.47 રૂપિયા પર પહોંચી ગયા છે.
તો ગુજરાતમાં પેટ્રોલમાં 23 પૈસા પ્રતિ લિટર અને ડીઝલમાં 16 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. ગુજરાતના શહેરોની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પેટ્રોલનો ભાવ વધીને 88.31 રુપિયા પ્રતિ લીટરે પહોંચ્યો છે. જ્યારે અમદાવાદમાં ડીઝલનો ભાવ 87.74 રુપિયા પર્તિ લીટર થયો છે. જ્યારે રાજકોટમાં પેટ્રોલ પ્રતિ લીટર 88.09 રુપિયે વેચાઈ રહ્યુ છે. તો ડીઝલ 87.53 રુપિયે પ્રતિ લીટરે વેચાઈ રહ્યું છે.