બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જુનાડીસા વાસણા ગામમાં લગ્ન પ્રસંગે મોડે સુધી ડીજે વગાડવા મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ડીસા રૂરલ પોલીસ મથકનો પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ માં હતો તે દરમિયાન કંન્ટ્રોલરૂમથી ફોન મળેલ કે ડીસા ના જુનાડીસા વાસણા ગામમાં મોડે સુધી ડીજે સાઉન્ડ વાગી રહેલ છે.
જે બાબતે સ્થળ પર જઈ તપાસ કરતાં પરેશભાઈ બબાભાઈ માળી નાં ત્યાં લગ્ન પ્રસંગે મોડે સુધી ડીજે સાઉન્ડ વગાડી ઘોંઘાટ કરી ધ્વનિ પ્રદૂષણ ફેલાવવા મામલે પોલીસે પરેશભાઈ બબાભાઈ માળી તેમજ કુલદિપ ડીજે સાઉન્ડ ના માલિક દિનેશભાઈ નીલાભાઇ ઠાકોર વિરુદ્ધ ગુનો નોંધી ડીસા રૂરલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.