બનાસકાંઠા જિલ્લા તથા સમગ્ર રાજ્યમાં અસામાજિક તત્વો દ્વારા લોકોની જમીન પચાવી હોવાનાબનાવો દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે આપણે વાત કરીએ તો ડીસા નજીક આવેલ જુનાડીસાગામે વડીલોપાર્જીત જમીન ઉપર દબાણ કરી ચાર માથાભારે ઇસમોએ પચાવી પાડી હોય તેવો કિસ્સોસામે આવ્યો છે ત્યારે આ મામલે જમીન માલિકે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે જોકેફરિયાદ નોંધાયના દિવસો વીતી ગયા છતાં પણ પોલીસ તંત્ર દ્વારા આ ચાર ઈસમો સામે રહેર નજર રાખતા હોય તેવી લોક ચર્ચાએ જોર પકડયું છે
જુનાડીસાના વતની અને હાલ ડીસા ખાતે રહેતા વધાભાઈ ઉર્ફે હરિલાલ અમથૂજી નાઇની વડીલો પાર્જીત જમીન જેનો સર્વે નંબર ૯૫૬/૨ અને નવો સર્વે
નંબર ૧૪૬૨ જે ૧.૩૯.૭૭.હે.ચો.મી તેમના કુટુંબની સહિયારી છે જોકે આ જમીન તેઓ ખેતી માટે અવારનવાર ભાગે આપતા હતા તે દરમિયાન આ જમીન માથાભારે ઇસમો (૧) શોભાજી રામાજી સોલંકી.(૨)વીચંદજી સેધાજી સોલંકી (૩) સેધાજી સોલંકી (૪) બળવંતજી સેધાજી સોલંકી તમામ રહે ધરપડા આજમીન ઉપર ગેરકાયદેસર રીતે કબજો રાખી ખેતી કરે છે આ બાબતે વાઘાભાઈ ઉર્ફે હરીભાઈ નાઈ દ્વારાકબજો ખાલી કરવા અવારનવાર મૌખિક રજૂઆત કરી છતાં પણ આ ચાર માથાભારે ઇસમો દ્વારા આજદિવસ સુધી ગેરકાયદેસર રીતે કબજો કરી પોતાનો અડ્ડો જમાવી દીધો છે જોકે આ બાબતે ડીસા તાલુકાપોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે ના જાણે કેમ ડીસા તાલુકા પોલીસઆરોપીઓને છાવરતી હોય તેવું ચર્ચાએ જોર પકડયું છે. જોકે ગણતરીના દિવસોમાં ડીસા તાલુકા પોલીસ દ્વારા આરોપીઓને પકડવામાં નહીં આવે તો ફરિયાદી દ્વારા એસ પી ઓફિસના દ્વાર ખખડાવશે..!