ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા-DCGI દ્વારા દેશમાં સીરમ ઇન્સ્ટીટ્યૂટની વેક્સીન કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની વેક્સીન કોવેક્સીનને ઇમરજન્સીની સ્થિતિમાં ઉપયોગ માટે મંજૂરી આપ્યા બાદ વેક્સીનની ગુણવત્તાને લઇને રાજકીય વિવાદ પેદા થયો છે. જે મુદ્દે હવે AIIMSના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે.
AIIMS ડાયરેક્ટરે સ્પષ્ટતા સાથે એલાન કર્યું હતું કે, જે કોવેક્સીન લગાવ્યા પછી વયક્તિમાં સાઇડ ઇફેક્ટ જોવા મળશે તો તેને વળતર ચૂકવવામાં આવશે. તેમણે જણાવ્યું કે, ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન પણ આ નિયમ લાગુ કરાયો હતો.