બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન જે શોને હોસ્ટ કરી રહ્યા છે એ કોન બનેગા કરોડપતિ (KBC) શો ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. ટેલીવિઝનનો પ્રખ્યાત શો KBC શોમાં પૂછવામાં આવેલ એક પ્રશ્નને લઈ હાલ ભારે વિવાદ સર્જાયો છે અને આ મામલે શો પણ ચર્ચાનો વિષય બન્યો છે.
આ શો દરમિયાન પૂછવામાં આવેલ એક સવાલને લઇને ઘણા લોકોએ વાંધો ઉઠાવ્યો છે. હાલમાં જ શોમાં ‘મનુ સ્મૃતિ’ને લઇને એક સવાલ પૂછવામાં આવ્યો હતો. આ મામલે હવે ફિલ્મ મેકર વિવેક અગ્નિહોત્રી પણ મેદાને આવ્યા છે અને તેમણે ટેલીવિઝનના આ પ્રખ્યાત શો પર નિશાન સાધ્યુ છે. ફિલ્મ મેકર વિવેક અગ્નિહોત્રીએ આ અંહે તીખી પ્રતિક્રિયા આપી છે અને તેમણે આરોપ લગાવ્યો છે કે, શો પર કમ્યુનિસ્ટોનો કબજો થઈ ગયો છે. ફિલ્મ મેકરે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર વિડિયો શેર કર્યો છે અને વીડિયો સાથે તેની પ્રતિક્રિયા વ્યક્ત કરતા લખ્યું છે, કેબીસીને કોમ્યુનિસ્ટોએ હાઇજેક કરી લીધી છે. માસૂમ બાળકો શીખે કે કલ્ચરલ વોર કઈ રીતે જીતવી છે. આને કોડિંગ કહેવામાં આવે છે.
KBC has been hijacked by Commies. Innocent kids, learn this is how cultural wars are win. It’s called coding. https://t.co/uR1dUeUAvH
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) October 31, 2020