કોરોના વાયરસના પગલે લોકડાઉનની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે ઘણા લોકો દયનિય પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે. તેવામાં સુરતના ઉધનામાં ફરજ બજાવતાં TRBના જવાનો ઘરેથી ટીફિન લાવીને પરપ્રાંતિયોને જમાડે છે. સતત ખડેપગે સેવા આપતાં ટીઆરબીના જવાનોએ ઉધના ત્રણ રસ્તા પર ફરજ બજાવવાની સાથે સાથે માનવતાના પણ દર્શન કરાવ્યાં છે.
લોકડાઉન શરૂ થયું ત્યારથી ફસાયેલા પરપ્રાંતિય ચારેક લોકો માટે ઘરેથી ટીફિન લાવીને બે ટાઈમ જમાડવાની ઉમદા સેવા ટીઆરબીના જવાનો કરી રહ્યાં છે.
ઉધના ત્રણ રસ્તા પર ટીઆરબી જવાન તરીકે ફરજ બજાવતા કિરણ સોનવણેએ જણાવ્યું હતું કે, મારી સાથે ફરજ બજાવતાં આનંદભાઈ, વિનોદભાઈ અને અનિલભાઈના ઘરેથી રોજ ટીફિન આવે છે. ટેલરીંગનું કામ કરતાં ફસાઈ ગયેલા ચારેક યુવાનોને રોજ પોતાના હાથે જમાડવામાં આવે છે. તેમને જમવાની તકલીફ હોવાથી તેમના માટે પહેલા દિવસથી જ ઘરેથી બે ટાઈમનું ટીફિન લાવવાની શરૂઆત કરી હતી.