હાલ કોરોના વાયરસની મહામારીને લઈ દેશભરમાં લોકડાઉન છે. ત્યારે ભરૂચનાં જંબુસરમાં GVK EMRIના કર્મચારીઓ ખડે પગે રહી સમાજની સેવા કરી રહ્યા છે. તેવામાં GVK EMRI ખિલખિલાટના કર્મચારી ફરજના સ્થળ પર નમાજ અદા કરી એક ઉમદા ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. હાલ કાળઝાળ ગરમીમાં મુસ્લિમોના પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યા છે.
મહત્વનું એ છે કે, ઇમ્તિયાઝભાઇ દુધવાલા વરેડીયાના રહેવાસી GVK EMRI ખિલખિલાટ જંબુસરમાં ફરજ પર છે. તેમજ ઈમ્તિયાઝ ભાઈ પવિત્ર રોજા રાખી બપોરની ઝોહરની નમાજ પઢે છે. પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી ફરજ પરની જગ્યા પર નિયમિત પાંચ ટાઇમની નમાજ પઢે છે અને કોરોનાની મહામારી સામે લડવા કટિબદ્ધ છે.
તેમજ દુઆ ગુજારે છે કે, કારોના મહામારી આપણા દેશમાંથી વહેલી તકે દૂર થાય, દરેકનું આરોગ્ય સારું રહે અને આ મહામારીમાં સપડાયા છે તે વહેલી તકે સારા થાય તેવી અલ્લાહ તાલાને દુઆ કરે છે.