ટૂંક સમયમાં Maruti Suzuki દ્વારા તેની અપકમિંગ SUV Maruti Suzuki Grand Vitaraને ભારતમાં રજૂ કરશે. જો કે, તે અગાઉ લોકોનો ઉત્સાહ અને રોમાંચ વધારવા માટે કંપની દ્વારા સમયાંતરે તેના ટીઝર વિડીયો શેર કરવામાં આવી રહ્યા છે. હાલમાં જ કંપની દ્વારા શેર કરાયેલાં ટીઝર વિડીયોમાં ખુલાસો થયો છે કે, Maruti Suzuki Grand Vitaraમાં સનરૂફ આપવામાં આવશે. કંપનીના સત્તાવાર નિવેદન અનુસાર, Maruti Suzuki Grand Vitaraમાં સેગમેન્ટની સૌથી મોટી સનરૂફ હશે. Maruti Suzuki Grand Vitara એ 1 જુલાઈએ રજૂ થયેલી Toyota Urban Cruiser Hyryder hybrid SUV પર આધારિત છે.
કંપની દ્વારા શેર કરવામાં આવેલાં લેટેસ્ટ ટીઝર વિડીયોમાં Maruti Suzuki Grand Vitaraમાં આપવામાં આવેલી પેનોરેમિક સનરૂફ એકદમ સ્પષ્ટ જોઈ શકાય છે. જ્યારે ઈન્ટિરિયર ફેબ્રિક beige કલરનું છે, આ ઉપરાંત પેનોરેમિક સનરૂફ જ્યારે રોલ બેક કરે છે, ત્યારે પણ સમાન પ્રકારનું ફેબ્રિક આપવામાં આવ્યું છે. સેગમેન્ટની સૌથી મોટી સનરૂફ ઉપરાંત Maruti Suzuki Grand Vitara મારુતિની અન્ય કોઈપણ કાર કરતાં ચઢિયાતી છે. કેમ કે, મારુતિ સુઝુકીના ઈતિહાસમાં પ્રથમ વખત Maruti Suzuki Grand Vitaraમાં પેનોરેમિક સનરૂફ અપાશે.
આ કાર ભારતમાં 20 જુલાઇના રોજ લોન્ચ થવા જઇ રહી છે. ત્યારે આ કાર Toyota Urban Cruiser Hyryderની જેમ જ 2022 Grand Vitaraમાં ઓલ વ્હીલ ડ્રાઈવ સિસ્ટમ આપવામાં આવી છે, જેને AllGrip કહેવામાં આવી છે. ટીઝર ઈમેજ પરથી સ્પષ્ટ થાય છે કે, AllGrip સિસ્ટમ વિવિધ ડ્રાઈવ મોડ્સ અને ટેરેન મોડ્સ ઓફર કરશે. જો કે, હવે ક્યારે ભારતીય ગ્રાહકો માટે આ કારને રજૂ કરવામાં આવશે, તેના પર સૌકોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.