આગામી તા. 17મી જૂનના રોજ શહેરના અકોટા વિસ્તારમાં આવેલ સયાજીનગર ગૃહ ખાતે હાસ્યકલાકાર વીરદાસ આવી રહેલ છે. ત્યારે આ વીરદાસ જે પોતાને હાસ્યકલાકાર તરીકે ઓળખાવે છે તેણે વિદેશમાં જે રીતે ભારત દેશ માટે ખરાબ શબ્દો અને દેશને બદનામ કરવાની ટિપ્પણીઓ કરી હતી તે બદલ એક સાચા ભારતીયોની લાગણીઓ દુભાઇ છે ત્યારે વીરદાસ જેવા કલાકારો ને વડોદરામાં શો કરવાની પરવાનગી આપવામાં ન આવે તેવી માંગ સાથે આજે શહેરના સામાજિક યુવાનો દ્વારા શુભમ મિશ્રાની આગેવાનીમાં વડોદરા કલેક્ટરશ્રીની કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી સાથે જ આ શો રદ્દ કરવામાં આવે તેવી માંગ કરાઇ હતી વધુમાં શુભમ મિશ્રાએ જણાવ્યું હતું કે, વડોદરા એ કલાનગરી ની સાથે સાથે સંસ્કારીનગરી પણ છે અને વીરદાસ જેવા દેશને બદનામ કરનારાને ક્યારેય વડોદરામાં શો કરવા દેવાશે નહીં તેને વડોદરામાં પ્રવેશ કરતાં અટકાવવામાં આવશે અને જો તે સ્ટેજ સુધી પહોચ્યો તો તેને શો કરતા અટકાવવા યુવાનો બનતો પ્રયાસ કરશે અને તેની જવાબદારી તેની પોતાની હશે પોતાની સુરક્ષાના ભોગે તે આવે અમે તેને વડોદરામાં પ્રવેશતાં અને શો કરતાં અટકાવીશુ તેવી ચિમકી પણ ઉચ્ચારી હતી.આગામી તા. 17મી જૂનના રોજ શહેરના અકોટા વિસ્તારમાં આવેલ સયાજીનગર ગૃહ ખાતે હાસ્યકલાકાર વીરદાસ આવી રહેલ છે. ત્યારે આ વીરદાસ જે પોતાને હાસ્યકલાકાર તરીકે ઓળખાવે છે તેણે વિદેશમાં જે રીતે ભારત દેશ માટે ખરાબ શબ્દો અને દેશને બદનામ કરવાની ટિપ્પણીઓ કરી હતી

તે બદલ એક સાચા ભારતીયોની લાગણીઓ દુભાઇ છે ત્યારે વીરદાસ જેવા કલાકારો ને વડોદરામાં શો કરવાની પરવાનગી આપવામાં ન આવે તેવી માંગ સાથે આજે શહેરના સામાજિક યુવાનો દ્વારા શુભમ મિશ્રાની આગેવાનીમાં વડોદરા કલેક્ટરશ્રીની કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી સાથે જ આ શો રદ્દ કરવામાં આવે તેવી માંગ કરાઇ હતી વધુમાં શુભમ મિશ્રાએ જણાવ્યું હતું કે, વડોદરા એ કલાનગરી ની સાથે સાથે સંસ્કારીનગરી પણ છે અને વીરદાસ જેવા દેશને બદનામ કરનારાને ક્યારેય વડોદરામાં શો કરવા દેવાશે નહીં તેને વડોદરામાં પ્રવેશ કરતાં અટકાવવામાં આવશે અને જો તે સ્ટેજ સુધી પહોચ્યો તો તેને શો કરતા અટકાવવા યુવાનો બનતો પ્રયાસ કરશે અને તેની જવાબદારી તેની પોતાની હશે પોતાની સુરક્ષાના ભોગે તે આવે અમે તેને વડોદરામાં પ્રવેશતાં અને શો કરતાં અટકાવીશુ તેવી ચિમકી પણ ઉચ્ચારી હતી.