કોમેડિયન મુનવ્વર ફારૂકીને સુપ્રીમ કોર્ટથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટની ઈન્દોર ખંડપીઠે તેની જામીન અરજીને ફગાવી દીધા બાદ સુપ્રીમ કોર્ટે શુક્રવારે સુનાવણી દરમિયાન મુનવ્વર ફારૂકીના જામીન મંજૂર કરી દીધા છે.
તેની સાથે જ સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશ સરકાર તેમજ અન્યોને નોટિસ જાહેર કરી આ મામલામાં જવાબ માંગ્યો છે. મળતી માહિતી મુજબ, સ્ટેન્ડ અપ કોમેડિયન મુનવ્વર ફારૂકીની ધરપકડનો મામલો સામે આવ્યો છે.
સુપ્રીમ કોર્ટે કોમેડિયન મુનવ્વર ફારૂકીના વચગાળાના જામીન મંજૂર કર્યા છે. સુપ્રીમકોર્ટની ધરપકડ પર MP સરકાર-અન્યને નોટિસ ફટકારી છે. નોંધનીય છે કે, મુનવ્વર ફારૂકી પર આરોપ છે કે તેણે એક કોમેડી શોમાં હિન્દુ દેવી-દેવતાઓ અને કેન્દ્રીય મંત્રી અમિત શાહ સહિત બીજા નેતાઓ પર આપત્તિજનક ટિપ્પણી કરી હતી. ત્યારબાદ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. મુનવ્વરે ધરપકડ બાદ જામીન માટે મધ્યપ્રદેશ ઈન્દોર જિલ્લા કોર્ટ અને હાઈકોર્ટમાં અરજી કરી હતી. પરંતુ બંને કોર્ટમાં તેની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી.