તાપી જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતના પાકને વ્યાપક નુકસાન થયું છે. આ પાકની નુકસાનીનો સર્વે કરી તાત્કાલિક વળતર ચુકાવવાની માંગણી સાથે વ્યારા વ્યારામાં કોંગ્રેસ દ્વારા રાજ્યપાલને ઉદ્દેશીને તાપી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તાપી જિલ્લામાં અન્ય જિલ્લાઓની જેમ ગમે ત્યારે કમોસમી વરસસાદ પડતો રહે છે. તાપી જિલ્લામાં મુખત્વે ડાંગર પાકનું વવાવેતર કરવામાં આવે છે. કેટલાક વિસ્તારોમાં તૈયાર થયેલા ડાંગરના પાકની ખેડૂતોએ કાપણી કરી હતી. પરંતુ વરસાદ આવી જતા કાપણી કરેલા પાકને ભારે નુકસાન થયું છે. હાલ પણ ભારે વરસાદની આગાહી હોવાથી ખેડૂતો નુકસાનીના ડરે ડાંગરના પાકની કાપણી કરતા ગભરાય છે. જિલ્લામાં મોટે ભાગે ખેડૂતો આકાશી ખેતી પર નિર્ભર રહે છે. જેનાથી વર્ષમાં એક જ વખત ઉપજ મળતી હોવાથી થોડી ગણી આવકમાંથી આખું વર્ષ પરિવારનું ગુજરાન ચલાવે છે. પરંતુ કમોસમી વરસાદને કારણે ડાંગર, સોયાબિન, અડદ, મગફળી, મકાઈ, હાઈબ્રીડ જુવાર કે અન્ય પાકોને મોટા પાયે નુકસાન થયું છે. વળી ઉકાઈ જળાશય કિનારે વર્ષોથી ખેતી કરતા ખેડૂતોની જમીનમાં આ વર્ષે જળાશયનું લેવલ ઉંચુ જવાથી ઉભા પાકોમાં પાણી ભરાયા છે, જેથી પાક સદંતર નિષ્ફળ ગયા છે. ખેડૂતોને તૈયાર પાકના પણ પોષણક્ષણ ભાવ મળતા નથી. અને કુદરતી આફતમાં નુકસાનથી ખેડૂતોને બેવડો માર પડી રહ્યો છે. જેથી ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. જેથી સોમવારે તાપી જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ, ધારાસભ્યો, પંચાયત સભ્યો વિગેરેએ વ્યારા ખાતે રાજ્યપાલને ઉદ્દેશીને કલેક્ટર આર.જે.હાલાણીને આવેદન આપી ખેડૂતોને આફતના સમયે પરીવારનું ગુજરાન ચલાવવા નુકસાનીનું વળતર તાત્કાલિક ચુકવવાની માંગણી કરી હતી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -