રાજકોટ શહેરની આત્મીય યુનિવર્સિટીમાં આવેલી હોસ્ટેલનાં ભોજનમાં કોક્રોચ નીકળતા હોવાનો આક્ષેપવિદ્યાર્થી દ્વારા કરવામાં આવ્યો છે. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થી દ્વારા આ આરોપ લગાવાયો છે. સાથે જ આઅંગે જવાબદારોને રજુઆત કરી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નહીં હોવાનું પણ છાત્રએજણાવ્યું હતું. સાથે જ આ કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકી થતી હોય તેઓમાં રોષ ફેલાયો છે. હોસ્ટેલનાંવિદ્યાર્થીએ કરેલા આક્ષેપોને લઈને કોલેજની હોસ્ટેલનાં મેનેજમેન્ટ સામે સવાલો ઉઠી રહ્યા છે. આત્મીયયુનિવર્સિટી રાજકોટની કે.કે.મહેતા હોસ્ટેલ ખાતે રહેતા જીજ્ઞેશ કોટેચાએ તેની રજૂઆતમાં કહ્યું છે કે,હોસ્ટેલ જોવા આવ્યા ત્યારે અહીંના કાર્યકર્તાઓએ મીઠી વાણી અને તમારા છોકરા ને બહાર જવા માટેતમારી મંજૂરી જોશે જેવા સારા શબ્દો સંભળાવીને નિયંત્રણમાં રહે તે માટેના ઘણા સારા શબ્દો વાપરીને બહાર ખોટા વ્યસન અને ખરાબ સંગતે ચડશે એવા બોલ કહીને હોસ્ટેલમાં એડમિશન લેવડાવ્યું હતું.
જો કે હોસ્ટેલમાં જમવાની વ્યવસ્થા અતિશય ખરાબ છે. તૈયાર જમવામાં કીડા, મકોડા ક્યારેક નીકળે તોએમાં કોઈની ભૂલ ના હોય પણ ચેવડા ઉપર કોક્રોચ ચાલતું ફરતું હોય, દાળ-ભાત માંથી કોક્રોચ નીકળવુંઅને મુખ્ય વસ્તુ પૌવાબટેકા માંથી બીડી નીકળવું આ બધું હોસ્ટેલની ઘોર બેદરકારી છે. આ અંગે અમેફોટા સાથેનાં પ્રૂફ હોસ્ટેલનાં કર્તાહર્તા તુષારભાઈને બતાવ્યા હતા. જેનો કઈ જવાબ આવ્યો નથી. એટલું જનહીં ભોજનની ગુણવત્તા સુધારવા તુષાર પાઠકને કહ્યું તો તેમનો એવો જવાબ આવ્યો કે, તમારે રહેવું હોય તો રહોને જવું હોય તો જાવ.