આજે હિન્દુઓ રક્ષાબંધનનો ભાઈ-બહેનના અતૂટ સંબંધનો તહેવાર રક્ષાબંધન ઉજવી રહ્યો છે. કોરોનાના કાળ વચ્ચે રક્ષાબંધનની ઉજવણી દેશભરમાં ઉત્સાહપૂર્વક લોકો દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ લોકો કોરોના ગાઈડલાઇનનું પાલન કરી તહેવારની ઉજવણી કરી રહ્યા છે.
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ રક્ષાબંધનની ઉજવણી કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમની પત્ની અંજલી રૂપાણીને રાજ્યસભા સાંસદ રમીલાબેન બારાએ તેમજ ભાજપ મહિલા મોરચાની બહેનોએ રાખડી બાંધી હતી અને રક્ષાબંધનની ઉજવણી કરી હતી. રાખડી બાંધવા આવેલી તમામ બહેનો તેમજ મુખ્યમંત્રી વિજય રુપાણીએ માસ્ક પહેરીને સાદગીથી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. આપને જણાવી ધઈએ કે રક્ષાબંધનની ઉજવણી નિમિત્તે ભાજપની મહિલા કાર્યકરો દ્વારા CM વિજય રૂપાણીને રાખડી બાંધવામાં આવી. આ દરમિયાન મુખ્યમંત્રીના પત્ની અંજલી રૂપાણી પણ ઉપસ્થિત રહ્યાં હતા.