મહાત્માં ગાંધીજીની બુધવારે સમગ્ર દેશભરમાં 150મી જન્મજયંતી તરીકે ઉજવવામાં આવી રહી છે ત્યારે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ આપી હતી. વિજય રુપાણી પોરબંદરનાં કિર્તીમંદિર ખાતે પહોંચ્યાં હતા. જ્યાં તેમણે ગાંધીજીનાં જન્મસ્થળે પુષ્પાંજલી અર્પીને સર્વધર્મ પ્રાર્થનામાં ઉપસ્થિત રહ્યાં હતા. ઉપરાંત આ કાર્યક્રમમાં મંત્રી જવાહર ચાવડા, સાંસદ રમેશ ધડુક, ધારાસભ્ય બાબુભાઈ બોખરીયા અને કથાકાર રમેશ ઓઝા ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે દરવર્ષની જેમ આ વર્ષે પણ કિર્તી મંદિરમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં સીએમ વિજય રૂપાણીએ બાપુ અને કસ્તુરબાનાં તૈલીય ચિત્રને નમન કરીને પુષ્પાજંલિ અર્પણ કરી હતી. જે બાદ તેઓ એ પ્રાર્થના સભામાં બેસીને ભાવથી ગાંધીજીનાં ભજનો સાંભળ્યા હતા. મહત્વનું છે કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બાપુની 150મી જન્મ જયંતિ નિમિત્તે અમદાવાદ આવી રહ્યા છે ત્યારે રાજ્યના સીએમ વિજય રૂપાણી પણ તેમની સાથેના કાર્યક્રમોમાં ખાસ હાજરી આપશે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -