અમેરિકામાં સુરક્ષામાં ચૂકનો મોટી ઘટના સામે આવી છે. લાસ વેગાસના એરપોર્ટનો એક વીડિયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. એરપોર્ટ પર એક શખ્સે ઉડાણ પહેલા વિમાનના વિંગ પર ચઢીને ભારે બબાલ મચાવી હતી. જેને કારણે પ્લેનમાં સવાર મુસાફરો અને ઑથોરિટીને મોટો આંચકો લાગ્યો હતો.
ઍલેઝેન્ડ્રો કાર્લ્સન નામનો શખ્સ શનિવારે લાસ વેગસના મેકેરેન ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ઉડાન ભરવા માટે તૈયાર અલાસ્કા ઍરલાઇન્સના પ્લેન પર ચઢીને જેમ-તેમ કરીને તેની વિંગ્ઝ પર પહોંચી ગયો હતો. તેની આ હરકતથી સુરક્ષાદળોની ટીમ પણ હરકતમાં આવી હતી અને સુરક્ષા કર્મચારીઓ પણ પ્લેનની વિંગ્સ પર પહોંચીને આ શખ્સને ઝડપવાની કામગીરીમાં લાગ્યા હતા. જોકે, સુરક્ષા કર્મચારીઓથી બચવા જતા તે નીચે પટકાયો હતો.
લગભગ ૪૫ મિનિટ સુધી વિંગ પર રહ્યા બાદ તે નીચે પડ્યો હતો જેથી તેને સામાન્ય ઈજા થઈ હતી. આ સમગ્ર ઘટનાક્રમને પ્લેનમાં સવાર મુસાફરોએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી. એક રિપોર્ટ મુજબ આ ઘટનાનો આતંકવાદ સાથે કોઇ કનેક્શન નહતું. પણ વ્યક્તિએ વીડિયો બનાવાના ચક્કરમાં પ્લેનની પાંખ પર ચડીને બેઠો હતો. વળી જ્યારે સુરક્ષાકર્મી તેને ઉતારવા માટે પહોંચ્યા તો તે ભાગવા લાગ્યો અને તે ચક્કરમાં લપસીને નીચે પડી ગયો.
https://twitter.com/TACGAirSafety/status/1338116067089059842?s=20