સિક્કીમની સરહદ પર ભારત અને ચીનની સૈનિકો વચ્ચે ટકરાવના અહેવાલ સામે આવ્યા છે. ભારતીય સેનાના સુત્રોના જણાવ્યા મુજબ, નોર્થ સિક્કિમ વિસ્તારમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ટકરાવ થયો છે.
બન્ને તરફથી ભારે તણાવ અને નિવેદનબાજી થઈ છે. આ ઘટનામાં બન્ને તરફથી સૈનિકોને સામાન્ય ઈજા પણ થઈ છે. પરંતુ આ ઝઘડાને સ્થાનિક સ્તર પર હસ્તક્ષેપ બાદ ઉકેલી લેવામાં આવ્યો છે.
ભારતીય સેનાના સુત્રોએ જણાવ્યું કે, નોર્થ સિક્કિમ વિસ્તારમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. આ ઘટનામાં બન્ને તરફ સૈનિકોને સામાન્ય ઈજા પહોંચી છે. જો કે આ વિવાદને સ્થાનિક સ્તરના હસ્તક્ષેપ બાદ ઉકેલી દેવામાં આવ્યો છે.
સેનાના સુત્રો અનુસાર, થોડીવાર ચાલેલી વાતચીત બાદ બન્ને તરફના સૈનિકો પોત-પોતાની પોસ્ટ પર પરત ફરી ગયા છે. સીમા વિવાદને પગલે સૈનિકો વચ્ચે નાના-મોટા વિવાદ અવારનવાર થતા રહે છે.
લાંબા સમય બાદ નોર્થ સિક્કિમ વિસ્તારમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે આવો તનાવ જોવા મળ્યો. જ્યારે આવો કોઈ વિવાદ થાય છે, ત્યારે નક્કી કરેલા પ્રોટોકોલ પ્રમાણે બન્ને સેનાઓ સમાધાન કરી લેવામાં આવે છે.