એકબાજુ રાજ્યમાં સત્તાધીશો વિકાસના મસમોટા બણંગા ફૂંકીને લોકો પાસેથી વોટ માંગી રહ્યા છે તો બીજીબાજુ રાજ્યના કેટલાક વિસ્તાર હજી પણ વિકાસની વાત તો ઠીક પણ પ્રાથમિક સુવિધાથી જ વંચિત છે. જેમાં સુરેન્દ્રનગરમાં નગર પાલિકા વોર્ડ નંબર 1નો પણ કંઈક આવો જ હાલ છે. જ્યાં સ્થાનિકોએ પ્રાથમિક સુવિધાથી વંચિત રહેવું પડી રહ્યું છે. વોર્ડ નંબર-1ના નાગરિકોને પાણીની પાઈપ લાઈનમાં લીકેજના પીવાનું શુધ્ધ પાણી નથી મળી રહ્યું. તેમજ નિર્મળ નગરથી ટીબી હોસ્પિટલ, ઓમનગર વિસ્તારમાં વર્ષોથી પાકો રસ્તો બનાવવાની માંગ પણ હજી સ્વીકારાઈ નથી. જે અંગે નાગરીકો દ્વારા અવાર નવાર મૌખિક અને લેખિત રજુઆત કરવા છતાં નગરપાલિકા સત્તાધીશો રજુઆતને ધ્યાને ન લેતા સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ કમલેશ કોટેચા, સુરેન્દ્રનગર નગર પાલિકા સભ્ય માલાભાઈ ગરીયા, મહેબુબ ખાન મલેક, સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ ઉપ પ્રમુખ સહિતના આગેવાનોએ નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યુ હતું. આવેદનપત્રમાં શહેરના વોર્ડ નંબર-1ના નાગરીકોને પડી રહેલ હાલાકીને ઝડપથી ઉકેલવા માંગ કરવામાં આવી છે.

You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -