કોરોના મહામારીના કારણે દેશભરમાં છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા લોકડાઉનના પગલે હાલપૂર્તિ થોડી ફેકટરીઓ ,ઉદ્યોગો કે અન્ય બજારો ચાલુ થયા છે…
જોકે પિક્ચર જોવાના રસિયાઓ ને હજુ પણ થિયેટર કે મલ્ટીપ્લેક્સ માં આરામથી સીટ પર બેસીને મોટા પડદા પાર તેમની મનપસંદ ફિલ્મો જોવા જવા માટે એક મહિનાથી પણ વધુ સમયની રાહ જોવો પડે તેવી શક્યતા છે.
જો કે મલ્ટિપ્લેક્સ એસોસિએશને CM રૂપામીને પત્ર લખીને સિનેમા થિએટરો ચાલુ કરવાની પરવાનગી આપવા રજૂઆત કરી છે. ગુજરાતના મલ્ટીપ્લેક્સ એસોસિયેશને ગુજરાતના મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે, વહેલી તકે સિંગલ સ્ક્રીન અને મલ્ટીપ્લેક્સ શરૂ કરવા માંગ કરી છે.
રાજ્યના માહિતી અને પ્રસારણ ખાતાને પણ તેઓએ રજુઆત કરી છે. મલ્ટીપ્લેક્સ એસોસિયેશન ઓફ ગુજરાતે દરેક સિનેમામાં સેનેટાઇઝ ટનલ, એક ચેર વચ્ચે એક ચેરનુ ડિસ્ટન્સ રાખવા, હેન્ડ સેનેટાઇઝર રાખવાની તૈયારી દર્શાવી છે.
મલ્ટીપ્લેક્સ સંપુર્ણ સેનેટાઇઝ કરવાની પણ ખાતરી આપી છે. આપને જણાવી દઈએ કે, 1 જૂનથી લોકડાઉનના અમલમાં હજુ વધુ છુંટછાટ જાહેર થવાની શક્યતા છે પરંતુ તેમાં મલ્ટીપ્લેક્સ ખોલવામાં આવે તેવી શક્યતા નથી આ અંગે મલ્ટીપ્લેક્સ એસોસિએશનના પ્રમુખ મનુભાઈ પટેલે જણાવ્યું હતું કે લોકો મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ જોવાનું માણી શકે તેવી હાલમાં તો કોઈ શક્યતા નથી હજુ પણ ફિલ્મ રસિયાઓએ થિયેટરમાં ફિલ્મ જોવા માટે એક થી દોઢ મહિનો રાહ જોવી પડે તેવી શક્યતા છે.