બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી હાલમાં તેની ફિલ્મ ‘કબીર સિંહ’ની સફળતાથી સાતમા આસમાન પર છે. કિયારાએ ઇન્ડસ્ટ્રીમાં ફક્ત થોડીક જ ફિલ્મો કરી છે, પરંતુ એક્ટિંગની દ્રષ્ટિએ ફિલ્મોમાં તે પોતાનો ટેલેન્ટ બતાવી ચુકી છે. કિયારા ઘણી વાર તેની ફેશન સેન્સને કારણે પણ ચર્ચામાં રહે છે. હવે કિયારા તેના લેટેસ્ટ એરપોર્ટ લુકને કારણે ચર્ચામાં છે.
કિયારાની આ તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે, જેમાં તેણે નિયોન કલર અને બ્લેક ક્રોપ ટોપ પહેરેલ છે. તે મેચિંગ બ્લેક નાયલોનની પેન્ટ અને બ્લેક એન્ડ વ્હાઇટ સ્પોર્ટ્સ શૂઝ પહેરેલી જોવા મળી રહી છે. તેના જાંબલી સ્ટાઇલિશ શેડ્સ તેના લુકને કમ્પ્લીટ કરી રહ્યું છે. આ લુકમાં કિયારા ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.હાલમાં જ રિલીઝ થયેલી તેની ફિલ્મ કબીરસિંહે બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડ્યા હતા. પ્રોફેશનલ ફ્રન્ટની વાત કરીએ તો કિયારા ટૂંક સમયમાં અક્ષય કુમાર, દિલજીત દોસાંઝ અને કરીના કપૂરની ફિલ્મ ગુડ ન્યૂઝમાં જોવા મળશે. આ સિવાય તે અક્ષયની ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’માં પણ જોવા મળશે.