ચીનને ભારત તરફથી વધુ એક ફટકો લાગ્યો છે. ચાલુ વર્ષે આઇપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં Vivo સ્પોન્સર તરીકે દેખાશે નહીં. ઈન્ડિયન પ્રીમીયર લીગ આઈપીએલ મેચો હવે ટૂંક સમયમાં જ રમાવાની છે. ત્યારે ચાઇનીઝ મોબાઇલ કંપની વિવો ઇન્ડિયન પ્રીમિયર લીગની આગામી આવૃત્તિમાં લીગ સ્પોન્સર નહીં રહે.
(File Pic)
મંગળવારે દેશમાં ભારે વિરોધ પ્રદર્શન બાદ વીવો કંપની દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત આઇપીએલ ગર્વિંગ કાઉન્સિલે જ્યારે સ્પોન્સર રિટેન કરવાની વાત કહી હતી, તો પણ સોશિયલ મીડિયા પર લોકોએ આ વિરોધ વ્યક્ત કર્યો હતો.
(File Pic)
સૂત્રોના જણાવ્યા અનુસાર આ વર્ષ માટે નવા સ્પોન્સરની જલદી જાહેરાત કરવામાં આવશે. આઇપીએલના 13મી સિરીઝ યૂએઇએમાં આગામી મહિનામાં 19 સપ્ટેમ્બરના રોજ શરૂ થવા જઈ રહી છે. જેની ફાઇનલ મેચ 10 નવેમ્બરના રોજ રમાશે. પહેલાં આ લીગ માર્ચમાં ભારતમાં જ રમાવવાની હતી, પરંતુ કોરોના વાયરસની મહામારીનાકારણે તેને તે સમયે સ્થગિત કરવામાં આવી હતી. જોકે ત્યારબાદ આ લીગને યુએઈ ખસેડવામાં આવી છે. રાષ્ટ્રીય સ્વંસેવક સંઘે પણ ચીની મોબાઇલ કંપનીના સ્પોન્સર બની રહેવા પર સોમવારે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેના એક દિવસ બાદ જ વીવોને સ્પોન્સરશિપમાંથી દૂર કરવાનો નિર્ણય લેવાયો છે.