ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલ તણાવના કારણે હવે ભારતમાં દવાઓ મોંઘી થઈ શકે છે. લદ્દાખમાં ચીની સેના સાથેની અથડામણ બાદ ભારત ચીનને સબક શીખવાડવા આત્મનિર્ભર બનવાની દિશામાં ઝડપથી પગલા ભરી રહ્યું છે. જોકે ચીન તેની અવળચંડાઈના કારણે જાણીતુ છે અને ત અવારનવાર આ વાતનો ફાયદો ઉઠાવી રહ્યું છે.
ભારત ખુબ જ મોટા પાયે દવાઓનું ઉત્પાદન કરે છે, પણ તેના માટે જરૂરી રો મટિરિયલ API (Active Pharmaceutical Ingredients) અને KSM (Key Starting Materials)ની આયાત ચીનથી કરવામાં આવે છે. ત્યારે ભારત સાથેના વિવાદ વચ્ચે ચીને આ કી સ્ટાર્ટિંગ મટિરિયલની કિંમતમાં 10-20 ટકાનો વધારો કર્યો છે. જેની સીધી અસર ભારતમાં દવાની કિંમતો પર જોવા મળી શકે છે.
ચીનના આ પગલા બાદ આગામી બે મહિનામાં KSMનો નવો જથ્થો આવશે ત્યારે તેની કિંમત વધારે હશે, જેના કારણે મેન્યુફેક્ચરિંગ કોસ્ટ વધી જશે જેના કારણે દવાની કિમત પણ વધશે. ત્યારે ચીનના આ પગલાના કારણે ભારતના આત્મનિર્ભર અભિયાનને મોટુ નુકસાન પહોંચી શકે છે પડશે. મહત્વનું છે કે, KSMની મદદથી ભારતીય કંપનીઓમાં એન્ટીબોડી મેડિસિન તૈયાર કરવામાં આવે છે. તેની કિંમતમાં વધારો કરવાને કારણે દવાની કિંમતોમાં પણ ઉછાળો આવશે.