Asian veterinarian working and checking the baby pig in hog farms, animal and pigs farm industry
SHARE
2020માં કોરોના વાયરસ અને પછી કોરોનાના નવા સ્ટ્રેનનો ખતરો હજુ ટળ્યો નથી ત્યાં ચીનમાં એક નવી બીમારી ફેલાઇ રહી છે. આ બીમારીનું નામ સ્વાઇન ફિવર બતાવવામાં આવી રહ્યું છે. સ્વાઇન ફિવરથી ચીનમાં 1000થી વધારે ભૂંડ સંક્રમિત છે. ચીન દુનિયામાં સુઅર એટલેકે ભૂંડના માંસનો સૌથી મોટો વિક્રેતા છે.
આવામાં આ બીમારીના ફેલાવાથી મોટા નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્વાઇન ફિવર આફ્રિકન સ્વાઇન ફિવરનું નવું રુપ છે. જે ચીનમાં જોવા મળી રહ્યું છે. આ ફિવરે ચીનના સુઅરોને સંક્રમિત કર્યા છે. ચીનની ચોથી સૌથી મોટી સુઅરના માંસની વિક્રેતા કંપની ન્યૂ હોપ લિઉહીનું કહેવું છે કે તેમની પાસે 1000 સુઅરોમાં આફ્રિકન સ્વાઇન ફિવરના બે નવા સ્ટ્રેન મળ્યા છે. સ્વાઇન ફિવરના કારણે સુઅર ઘણા જાડા થઈ રહ્યા છે. એક અગ્રણી ન્યુઝ વેબસાઈટના રિપોર્ટ પ્રમાણે કંપનીના ચીફ સાયન્સ ઓફિસર યાન ઝિચુને કહ્યું છે કે આફ્રિકન સ્વાઇન ફિવરના સ્ટ્રેનથી સંક્રમિત સુઅર મરી રહ્યા નથી. આ એ પ્રકારનો ફિવર નથી જે 2018 અને 2019માં ચીનમાં ફેલાયો હતો. તેમના મે સ્વાઇન ફિવરના કારણે સુઅરના જે બચ્ચા જન્મી રહ્યા છે તે ઘણા નબળા જન્મે છે. આ ફિવરના કારણે હાલ ચીનમાં ભારે હાહાકાર મચ્યો છે.