ભારત અને ચીન વચ્ચે લદ્દાખમાં સૈન્ય તણાવ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે જે બંધ થવાનુ નામ નથી લઈ રહ્યો. એકબાજુ ચીન પેપોંગ સો ઝીલ અને દેપસાંગથી હટવાનું નામ નથી લઈ રહ્યું, ત્યાં બીજીબાજુ ડ્રેગન ઉત્તર ભારતથી જોડાયેલી પોતાના વિસ્તારમાં હવાઈ મથકો પર પોતાની તાકાત વધારી રહ્યું છે. ચીને ભારત પાસેના તેના હવાઇ મથકો પર અણુ બોમ્બ છોડવા માટે સક્ષમ વિમાનને ડ્રોન વિમાન પર હુમલો કરવા તૈનાત કર્યા છે.
(File Pic)
આ માટે ચીન નવા એરબેઝ પણ બનાવી રહ્યું છે. ઓપન સોર્સ ઇન્ટેલિજન્સ વિશ્લેષક દ્વારા બહાર પાડવામાં આવેલી સેટેલાઇટ તસવીરમાં આ અંગેની જાણકારી સામે આવી છે. જેમાં ચીન ભારતને અડીને આવેલા લદાખથી અરુણાચલ પ્રદેશ તેના 13 એરબેઝને સતત અપગ્રેડ કરી રહ્યું છે. ચીને J11, JH7 અને ડ્રોન વિમાનને લદાખને અડીને આવેલા તેના કાશી એરબેઝ પર તૈનાત કરી દીધા છે.
મહત્વનું છે કે, ચીને સિક્કીટ અને અરુણાચલની સરહદ નજીક શિગ્ત્સે એરપોર્ટ પર જેએચ 7 બોમ્બર વિમાન અને જે 11/10, એવોક્સ અને ડ્રોન વિમાન તૈનાત કર્યા છે. ગોંગગર અને ગોલમુદ એરપોર્ટ પર લડાકુ વિમાનોને તૈનાત કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં હવાઈ શક્તિની દ્રષ્ટિએ ચીન ભારત કરતા નબળુ છે. ભારતમાં લગભગ 270 લડાકુ વિમાન અને 68 ગ્રાઉન્ડ એટેક ફાઈટર જેટ છે. આપને જણાવી દઈએ કે, ભારતે છેલ્લા કેટલાક દાયકાઓમાં ચીન સાથેની સરહદ પર અનેક હવાઇ પટ્ટીઓ બનાવી છે, જ્યાંથી આ લડાકુ વિમાનો સરળતાથી ઉડાન ભરી શકે છે.