જુદા જુદા વ્યસન ના કારણે ભારતભરમાં દર સેકન્ડે એક વ્યક્તિ મોતને ભેટે છે અને દર વર્ષે સરકાર દ્વારાવ્યસન મુક્તિ વ્યક્તિઓની સારવાર પાછળ 3.200 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. ત્યારેવ્યસની વ્યક્તિઓને વ્યસન મુક્ત બનાવવા માટે સરકાર સહિત વિવિધ એનજીઓ દ્વારા વિવિધ કાર્યક્રમોયોજી વ્યસન મુક્ત ભારત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ વ્યસન મુક્ત ભારત બનાવવાબીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા ની બાળ સભા ના બાળકો પણ સહભાગી બની લોકોને વ્યસન મુક્ત બનાવવાનો સુતત્ય પ્રયાસ કરી રહ્યા છે.
પાટણ શહેરમાં ત્રિભુવન પાર્ક સોસાયટીમાં આવેલ બીએપીએસસ્વામિનારાયણ મંદિર નાં બાળ સભા ના બાળકો બાળ પ્રવૃત્તિ નિર્દેશકના મુકેશભાઈ પટેલ, હિતેશભાઈપરમાર, અને સૌરભભાઈ વાઘેલા ની આગેવાની હેઠળ જુદી-જુદી આઠ ટીમો બનાવી શહેરના વિવિધવિસ્તારોમાં ફરીને વ્યસનમુક્તિની જાગૃતિ ફેલાવી રહ્યા છે. પાટણ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર નીબાળ ટીમ દ્વારા નિત્ય ૫૦ જેટલા લોકોને વ્યસન મુક્તિ ના પાઠ સમજાવી વ્યસન મુક્ત બનાવવાનુભગીરથ કાર્ય કરી રહ્યા છે જેને સમગ્ર પાટણના નગરજનોએ સરાહનીય કાર્ય લેખાવી બાળકોનો ઉત્સાહ વધારી રહ્યા છે.