જાણીતા ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ ‘ગુજરાત સાંસ્કૃતિક રીતે પછાત છે’ એવુ ટ્વિટ કર્યા બાદ તે વિવાદમાં આવી ગયા છે. ગુહાના આ ટ્વીટને લઈ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ પણ તેમને વળતો જવાબ આપ્યો હતો.
ગુજરાતને સાંસ્કૃતિક રીતે પછાત ગણાવતા ગુહાના આ ટ્વીટને લઈને તેમની સીએમ રૂપાણીએ ટીકા કરી હતી. ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ ગુજરાત સાંસ્કૃતિક રીતે પછાત છે. તેમણે એક જૂના પુસ્તકનો સંદર્ભ લઈને આ વાત કરી હતી.
હવે આ મામલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમને સણસણતો જવાબ આપ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઈતિહાસકાર રામચંદ્ર ગુહાના વિવાદાસ્પદ ટ્વીટ સામે સણસણતો જવાબ આપીને કહ્યું છે કે, કેટલાક લોકો ભારતને અને ભારતીયોને વિભાજીત કરવા માગે છે પણ ભારતીયો એક છે.
ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ ફિલીપ સ્પ્રાટના લેખનને ટાંકી ટ્વીટ કરી હતી કે, “ગુજરાત આર્થિક રીતે અગ્રેસર હોવા છતાં, સાંસ્કૃતિક રીતે પછાત પ્રાંત છે. તેનાથી વિરૂધ્ધ બંગાળ આર્થિક રીતે પછાત છે પણ સાંસ્કૃતિક રીતે અગ્રેસર છે”1