છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ભીલીસ્તાન લાયન સેના અધ્યક્ષ સાહિદ મન્સૂરી નો જન્મ દિવસ હોય તેઓ એ એક અલગ રીતે તેમના જન્મ દિવસ ની ઉજવણી કરવાનું આયોજન બોડેલીના જિંદાલ કોમલેક્સ પાસે કર્યું હતું જેમાં તેમના કાર્યકરો તેમજ સ્નેહીજનો ને જન્મદિનની ભેટ સોગાદ રૂપે રક્તદાન કરવાનું જણાવ્યુ અને રક્તદાન શિબિર નું આયોજન કર્યું જેમાં લોકોએ નાત જાત કે પક્ષપાત ભૂલી રક્તદાન કરતાં કોમી એકતા તેમજ માનવતા મહેકાવતાં દ્રશ્યો જોવા મળ્યા હતા.આમ તો લોકો પોતાનો જન્મ દિવસ પરિવાર સાથે મનાવતા હોય છે અને કેટલાક સેલિબ્રિટી લોકો ના જન્મ દિવસે તેમના સ્નેહીજનો તેમણે ભેટ સોગાદો આપતા હોય છે અને જન્મદીન ની અલગ અલગ પ્રકાર ની ઉજવણી કરતાં હોય છે પરંતુ બોડેલી ખાતે રહેતા એક મુસ્લિમ નવ યુવાન સાહિદ મન્સૂરી સાથે કઈક એવું બન્યું કે તેમણે પોતાના જન્મ દિવસ ની ઉજવણી માં રક્તદાન શિબિર નું આયોજન કરવાનુ નક્કી કર્યુ.રક્તદાન શિબિર નું આયોજન કરતાં નવ યુવાનો નાત જાત નો ભેદભાવ ભૂલી રક્તદાન કરવા ઉમટી પડ્યા હતા અને રક્તદાન કરવા રીતસર ની કતાર લાગી હતી.

You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -