છોટાઉદેપુરનાં બોડેલીમાં આવેલા સોમ્દીયા ગામમાં જુગાર રમતા પાંચ શકુની ઝડપાયા છે. મળતી માહિતી મુજબ પોલીસને બાતમી મળી હતી કે, બોડેલીના સોમ્દીયા ગામે કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે, જેના આધારે પોલીસે દરોડા પાડી જુગાર રમી રહેલ પાંચ લોકોને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી કુલ 9,990 રુપિયાના રોકડ સાથે જ એક મોટરસાઈકલ તથા મોબાઈલ મળી કુલ 36 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે..ઝડપાયેલાઓમાં સુભાષભાઈ જગુંભાઈ રાઠવા, વિપુલભાઈ વિઠ્ઠલભાઈ રાઠવા, કલ્પેશભાઈ સોમાભાઈ રાઠવા, પ્રકાશભાઈ નટુભાઈ રાઠવા અને શૈલેશભાઈ ચતુરભાઈ બારીયાનો સમાવેશ થાય છે. શ્રાવણ માસની શરૂઆત થતાની સાથે જુગારીઓ જુગાર રમવામાં વ્યસ્ત બની જતાં હોય છે.ખાસ કરીને સાતમ-આઠમ દરમિયાન મોટી સંખ્યામાં લોકો જુગાર રમતા ઝડપાતા હોય છે. જોકે, જુગારીઓને ઝડપી લેવા માટે પોલીસે પણ કમર કસી છે.

You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -