ઉનાળાની ઋતુ દરમિયાન આઇસ્ક્રીમ અને કેન્ડીનો ઉપયોગ થાય છે. ત્યારે લોકોના આરોગ્ય ધ્યાને લઈને રાજકોટ મનપાના ફૂડવિભાગે જૂના મોરબી રોડ પર શ્રીક્રિષ્ના ગુલ્ફી એન્ડ આઇસ્ક્રીમ નામની ઉત્પાદક પેઢીની સ્થળ તપાસ કરી હતી. જેમાં કેન્ડીનુંઉત્પાદન થતું હોવાનું મળી આવ્યું હતું. સ્થળ પર પેઢીના માલિક કૃષ્ણ ગોપાલ ભૂરીસિંગ પાલે કેન્ડી જેવી કે ચોકોબાર, મેંગોડોલી, માવા કેન્ડી, મેંગો જ્યુસી અને વેનીલા આઇસ્ક્રીમનું બિનઆરોગ્યપ્રદ સ્થિતિમાં ઉત્પાદન કરવામાં આવતું હતું. જેમાં 60કિલો ચોકોબાર કેન્ડી અને 40 કિલો મેંગો ડોલી કેન્ડી મળીને કુલ 100 કિલો બિનઆરોગ્યપ્રદ કેન્ડીનો નાશ કરવામાં આવ્યો હતો. ઉત્પાદન સ્થળની બિનઆરોગ્યપ્રદ સ્થિતિ અને સ્ટોરેજ બાબતે પેઢીના માલિકને નોટિસ આપવામાં આવી છે.
તેમજ ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 મુજબ ચોકોબાર કેન્ડી અને મેંગો ફ્લેવર્ડ સિરપનોનમૂનો લઈ પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવ્યો છે. ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાનસાથે સાધુવાસવાણી રોડ વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 15 ફૂડ બિઝનેસઓપરેટર દ્વારા વેચાણ થતાં ઠંડાપીણાં, શેરડીનો રસ, આઇસ્ક્રીમ અને ઉપયોગમાં લેવાતા ખાદ્યતેલવગેરેના 9 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. જેમાં 8 ફૂડ બિઝનેસ ઓપરેટરને લાઇસન્સ અંગે નોટિસ આપવામાં આવી હતી.