1 માર્ચથી શરુ થઈ રહેલ ગુજરાત વિધાનસભાના સત્રને લઈ મહત્વના અહેવાલ સામે આવ્યા છે. ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે વિધાનસભાની બેઠક વ્યવસ્થામાં કોરોનાના સંક્રમમને જોતા ફેરફાર કરાયો છે. જે મુજબ 120 ધારાસભ્યો ગૃહમાં અને 60 ધારાસભ્યો પ્રેક્ષક ગેલેરીમાં બેસશે.
મળતી માહિતી મુજબ, 1 માર્ચથી ગુજરાત વિધાનસભાના સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ બજેટ સત્ર માટેની તૈયારીઓની સમીક્ષા કરી હતી.
આપને જણાવી દઈએ કે, કોરોના મહામારીને લઇ વિધાનસભાની બેઠક વ્યવસ્થામાં ફેરફાર કરાયો છે. જે મુજબ 120 ધારાસભ્યો ગૃહમાં અને 60 ધારાસભ્યો પ્રેક્ષક ગેલેરીમાં બેસશે. તો મુલાકાતીઓ માટે વિધાનસભામાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રાજ્ય સરકારે બજેટની તારીખમાં ફેરફાર કર્યા છે. રાજ્યનું બજેટ 3 માર્ચે રજૂ કરવામાં આવશે. પહેલા 2 માર્ચે બજેટ રજૂ કરવાની જાહેરાત થઈ હતી. 2 માર્ચે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત નગરપાલિકાના પરિણામ છે. ચૂંટણી પરિણામને લઈને બજેટ તારીખમાં ફેરફાર થયો છે.