સૈયદ અઝીમુદ્દિંન બાબા કાદરીના ઉર્ષ નિમિતે બીજા દિવસે તકરીરનો કાર્યક્રમ યોજાયો. સદભાવના અનેશાંતિના ઉપદેશ થકી માનવતાની સેવા કરનાર સુફિવાદ ના પ્રચારક અને કાદરી કુળની 25મી પેઢીનાસંત પીર સૈયદ અઝિમે મિલ્લત એટલે કે શહેરની ખાનકાહે એહલે સુન્નતના સ્થાપક જુમ્મા મસ્જિદવાળાપીર સૈયદ અઝીમુદ્દિંન બાબા કાદરીના ૩૪માં ઉર્ષનો આન બાન શાનથી આરંભ થયો છે જેમાં ઊર્ષનાપ્રથમ દિવસે દરગાહ ખાતે સંદલ શરિફ ની રશ્મ અદા કરાઈ હતી અને સંદલ ચાદર અને ગુલપોશીની પરંપરાગત વિધિ થઈ અને ગાદીપતિ ની સર્વ કલ્યાણ ની દુવાઓ બાદ કાદરી લંગરનું આયોજન કરાયુ હતું.
જ્યારે ઉર્ષના બીજા રાત્રે ભવ્ય તકરીર અને નાતો મનકબત ના કાર્યક્રમો યોજાયા હતા જેમાં બોમ્બે નામશહૂર અલ્લામા મુફ્તી મોહમ્મદ સરફરાઝ સાહબ અઝહરી દ્વારા ભવ્ય તકરીર કરવામાં આવી હતી અનેઇસ્લામ વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથીઅકિદત મંદો ઉમટયા હતા અને ઉર્ષ નો લાભ લીધો હતો જ્યારે ઊર્ષનાં ત્રીજા દિવસે પણ રાત્રે ભવ્ય તકરીર નો કાર્યક્રમ યોજાશે.