ઘેરઘેર ગાયો પાળોનો બોધ આપનાર, વ્યસન મુક્તિ, કોમી એકતાના પ્રખર હિમાયતી તેમજ માનવસેવાના ભેખધારી એવા સૂફીસંત મોટામિયા માંગરોલની ગાદીવાળા હઝરત કાયામુદ્દિન બાવાની ઝઘડીયા સ્થિત દરગાહ શરીફના ૧૩ મા વાર્ષિક ઉર્સનીભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દરગાહ કમ્પાઉન્ડ ખાતેથી સંદલ શરીફનું જુલુસ નીકળ્યું હતું, જે નગરના વિવિધવિસ્તારોમાં પરિભ્રમણ કરી પરત દરગાહ શરીફે પહોંચ્યું હતું. આ પ્રસંગે એકલબારા ખાતેના ગાદીપતિ હઝરત કદીરુદ્દિનબાવા તેમજ ઝઘડીયા ખાતેના ગાદીપતિ હઝરત રફીકુદ્દિનબાવાનું ઝઘડીયા સુલતાનપુરાના સરપંચ સુરેશભાઈ વસાવા,ઉપસરપંચવિનોદભાઇ વસાવા, ભાજપા અગ્રણી સંજય ચૌહાણ તેમજ અગ્રણીઓ દ્વારા ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. હઝરત કાયામુદ્દિનબાવાની દરગાહે પરંપરાગત સંદલ શરીફ ચઢાવાયુ હતુ.
ઝઘડીયા ચિશ્તીયા કમિટીના પ્રમુખ અબ્દુલલતિફ શેખ સહિતકમિટિ સભ્યોએ ઉર્સ નિમિત્તે જહેમત ઉઠાવી પ્રસંગને સફળતાપૂર્વક પાર પાડ્યો હતો. હઝરતના ઉર્સમાં ભાગ લેવા ઠેરઠેરથીહઝરતના મુરીદો (શિષ્યો ) મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ઉલ્લેખનીય છેકે મોટામિયા માંગરોલની ગાદીવાળા હઝરાતોનીદરગાહો પર ભગત ભાઇઓ દ્વારા ભજનના કાર્યક્રમ પણ યોજાતા હોય છે. ઝઘડીયા ખાતે કુમારશાળાથી સુલતાનશાપીર દરગાહસુધીના માર્ગને ૨૦૧૯ માં હાજીપીર કયામુદ્દિન મોટામિયા ચિશ્તી માર્ગ નામ આપવામાં આવ્યું હતુ. હાલ ગ્રામ પંચાયતપદાધિકારીઓ દ્વારા આ માર્ગ પર નામાંકન મુજબના નામના બોર્ડ મુકવામાં આવ્યા છે. હઝરત કયામુદ્દિન બાવાની દરગાહના સંદલ તેમજ ઉર્સમાં ભાગ લેવા મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું હતુ…