ભારતીય વાયુ સેના દ્વારા સ્વાક ૮૭ માં એરફોર્સ દિવસની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગરથી વાયુસેનાના પાયલોટ સહિતના અધિકારીઓ, જવાનો અને વાયુસેનાના પરિવારની સંગીનીઓ સાથે ગાંધીનગરથી પ્રધાનમંત્રીશ્રીના “ફિટ ઇન્ડીયા મુવમેન્ટ”નો સંદેશો આપતી સાયકલ રેલી સાંજે ચાર વાગે નર્મદા જિલ્લાના કેવડીયા કોલોનીના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોચી હતી. જ્યાં સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ એર ઓફિસર કમાન્ડીંગ- ઇન-ચીફ વિશિષ્ટ સેવા મેડલ એસ.કે.ઘોટીયા દ્વારા સાયકલ વીરોનું ફલેગ ઇન કરી આ ૨૫૦ કિ.મીની સાયકલ યાત્રાનું સમાપન થયું હતુ. એરમાર્શલ બી.એસ.ક્રિષ્નાના નેતૃત્વ હેઠળ ગાંધીનગરના વાયુ શક્તિનગર ખાતેથી તારીખ ૭મીએ પ્રસ્થાન થયેલી એરફોર્સના જવાનોની આ સાયકલ યાત્રાનો ઉદ્દેશ તંદુરસ્ત અને માનસિક રીતે સ્વસ્થ રહેવાનો સંદેશો ફેલાવવાની સાથે વ્યાપક લોકજાગૃત્તિ કેળવવાનો રહ્યો છે. આ પ્રસંગે ભારતીય એરફોર્સના વરિષ્ટ અધિકારીઓ, એરફોર્સ પરિવારના સભ્યો, ડિફેન્સ જન સંપર્ક અધિકારી વિંગ કમાન્ડર પુનિત ચઢ્ઢા, સ્ટેચ્યુની મુલાકાતે પધારેલા પ્રવાસીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને માણ્યો હતો.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -