સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં ડોક્ટર એસોસીએશન તથા ખાંડી મિત્ર મંડળ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન ખાંડી પ્લોટ ચોટીલામાં કરવામાં આવ્યું હતું જેમાં અંદાજિત 70 બોટલ રકત એકત્રિત કરવામાં આવ્યું ચોટીલાના હિંદુ તથા મુસ્લિમ યુવાનો દ્વારા કોમી એખલાસનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ નબી ના પવિત્ર તહેવાર રક્તદાન કરી ઉજવણી કરી હતી રાજકોટની સૌરાષ્ટ્ર વોલેન્ટરી બ્લડ બેન્ક ની ટીમ દ્વારા સેવા આપી રક્તદાતાઓ નો આભાર માન્યો હતો જ્યારે આ કેમ્પ ને સફળ બનાવવા ડોક્ટર સંજય પટેલ અને ચોટીલા સમગ્ર ડોક્ટરો તથા સેવાભાવી સંદીપભાઈ વઢવાણા અને તેમની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી

You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -